Thursday, December 8, 2016

Wildlife sanctuaries of gujarat ( ગુજરાતના અભ્યારણો)

Wildlife sanctuaries of India








ગુજરાતના અભ્યારણો
ગિર સિંહનું અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.
બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ
નળસરોવર પક્ષી અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.
રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ
જેસોર : રીંછ અભયારણ્ય
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.

ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.
ગુજરાતના અભ્યારણ્યો
ક્રમ
જિલ્લો
અભ્યારણ
રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)
મુખ્ય વન્ય પ્રાણીઓ
1
બનાસકાંઠા
બાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય
542.08
રીંછ, નીલગાય, ઝરખ
2
બનાસકાંઠા
જેસોર રીંછ અભ્યારણ્ય
180.66
રીંછ, નીલગાય, ઝરખ
3
કચ્છ
સુરેન્દ્રનગર
ઘુડખર અભ્યારણ્ય
4953.7
ઘુડખર, નીલગાય
4
કચ્છ
સૂરખાબનગર અભ્યારણ્ય
7506.22
ચિંકારા, વરૂ
5
કચ્છ
નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય
442.23
ચિંકારા, નીલગાય,હેણોતરો
6
પોરબંદર
બરડા અભ્યારણ્ય
192.31
દીપડો, નીલગાય
7
જામનગર
ગાગા અભ્યારણ્ય
3.33
પક્ષીઓ
8
જામનગર
ખીજડીયા અભ્યારણ્ય
6.05
પક્ષીઓ
9
જામનગર
દરિયાઈ અભ્યારણ્ય (જામનગર)
295.03
દરિયાઈ જીવસૃષ્ટિ
10
જુનાગઢ
ગીર અભ્યારણ્ય
1153.42
સિંહ, દીપડો, ઝરખ,ચિત્તલ, વાંદરા, સાબર
અમરેલી
11
પોરબંદર
પોરબંદર અભ્યારણ્ય
0.09
યાયાવર પક્ષીઓ
12
રાજકોટ
હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય
6.45
ચિંકારા, વરૂ, નીલગાય
13
કચ્છ
કચ્છ ઘોરાડ અભ્યારણ્ય
2.03
ચિંકારા, ઘોરાડ
14
અમરેલી
પાણીયા અભ્યારણ્ય
39.63
ચિંકારા, સિંહ, દીપડો
15
રાજકોટ
રામપરા અભ્યારણ્ય
15.01
ચિંકારા, વરૂ, નીલગાય
16
અમદાવાદ
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય
120.82
યાયાવર પક્ષીઓ
સુરેન્દ્રનગર
17
નર્મદા
શૂળપાણેશ્વર અભ્યારણ
607.7
રીંછ, દીપડો, વાંદરા
18
પંચમહાલ
જાંબુઘોડા અભ્યારણ્ય
130.38
દીપડો, રીંછ, ઝરખ
19
ડાંગ
પુર્ણા અભ્યારણ્ય
160.84
દીપડો, ઝરખ
20
મહેસાણા
થોળ અભ્યારણ્ય
6.99
પક્ષીઓ
21
દાહોદ
રતનમહાલ અભ્યારણ્ય
55.65
રીંછ, દીપડો
22
અમરેલી
મિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય
18.22
સિંહ, દીપડો, હરણ
કુલ વિસ્તાર
16440.91

No comments:

Post a Comment